શ્રી કાંઠા સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન સમાજ

જ્ઞાતિ એટલે પરિવાર નો સમૂહ કે જે બંધારણના સંયમમાં રહી, એક જ ધર્મ, એકસરખા વ્યવહારની વિચારધારા અને સમાજના ઉત્કર્ષ માટે તત્પર પરિવારો નો સમૂહ લગભગ સો વર્ષ પૂર્વે જ્યારે સાબરકાંઠાના ૨૭ ગામોનો એકસરખા વિચાર ધરાવતાં સમુદાય નું અસ્તિત્વ એટલે *શ્રી કાંઠા સત્તાવીસ દશા શ્રીમાળી સમાજ ની રચના થઈ.એ વખતે ૨૭ ગામો એટલે વિજાપુર, સંઘપુર, મહુડી, આગલોડ, પુંધરા, પેઢામલી બેરણા, ઇલોલ, દેરોલ, કાટવાડ, સલાલ,વાધપુર, સાપડ, પેથાપુર, સરદારપુર, હિંમતનગર,ફુદેડા, વક્તાપુર, હડિયોલ, જંત્રાલ,ગઢોડા,ધનપુરા, દેધરોટા,પ્રાંતિજ,અને પીલુંદ્રા વગેરે ગામોનો સમુદાયથી આ જ્ઞાતિ ની રચના થઇ

શરૂઆતમાં આ જ્ઞાતિ નો વહીવટ પંચ ધોરણે શેઠિયા પદ્ધતિથી ચાલતો હતો. શેઠિયા પદ્ધતિ એટલે સમાજના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિ આ સમાજના બંધારણના સુત્ર ધારક હતા. સમયના બદલાવ સાથે સમાજ પ્રગતિશીલ બની પંચ પ્રમુખ પદ્ધતિ થી ચાલે છે.અમારો સમાજ અત્યારે લગભગ એક હજાર પરિવારો અને પાંચ હજાર ભાઈ બહેન અને બાળકોનો બનેલ છે.

સમાજને એક બંધન માં રાખવા માટે જ્ઞાતિએ મુંબઇ અમદાવાદ, હિંમતનગર, અને ઇસ્લામપુર માં મંડળ સ્થાપી જ્ઞાતિના વહીવટને સ્થાનિક બનાવ્યું.

આ મંડળો ની કુશળતાથી જ્ઞાતીનુ ખુબ જ સરસ સંચાલન થઈ રહ્યું છે. વધતા અભ્યાસ અને વ્યવસાયના પ્રભાવે જ્ઞાતિ એ અસાધારણ પ્રગતિ કરી રહી છે અને સમાજના પરિવારો 27 ગામોમાં થી બહાર નીકળી દુનિયાના પ્રમુખ સ્થાનો પર પ્રગતિ પાથરી રહ્યા છે, અને સમાજના ઉત્કર્ષ માટે તત્પર રહ્યા છે.

શ્રી કાંઠા સત્તાવીશ દશા શ્રીમાળી સમાજની પ્રગતિનું કારણ દરેક પરિવારમાં ઉચ્ચ અભ્યાસ માટેની પ્રાથમિકતા, કરિયાવર વગરના છોકરા-છોકરીઓના વહેવારો, સાદગીમાં રહેવાની પ્રાથમિકતા, પ્રગતિશીલ સુધારાની હિમાયત, જેમકે જ્ઞાતિની બેન-દીકરીઓને કે જે જ્ઞાતિની બહાર જૈન પરિવારમાં લગ્ન ગ્રંથીથી જોડાયેલી છે તેવી બેન- દીકરીઓને જ્ઞાતિના પરિવારમાં મેમ્બર બનાવી તેમની સાથેનો સંબંધ કાયમી બનાવ્યો છે.

આવા અનેક વિચારોથી અત્યારે સમગ્ર જ્ઞાતિ એક વસુધૈવ કુટુંબ ની ભાવના સાથે મોટા પરિવારની જેમ રહે છે. દરેક પરિવાર પ્રગતિ સાધી શકે તે પ્રયત્નો હંમેશા પ્રેરણા બની રહ્યા છે

આ જ્ઞાતિ ના ગૌરવ રૂપે શેઠ શ્રી સાંકળચંદ શેઠ કે જે ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રહી ચૂક્યા છે. જેમને જૈન શ્વેતાંબર સમાજ તરફથી અંતરીક્ષ પાર્શ્વનાથ નો કેસ સફળતાપૂર્વક લડ્યો હતો.

બીજા શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ જેમને સો વર્ષ પહેલા પાલીતાણામાં ગુરુકુળ ની સ્થાપના કરી હતી અને સમાજની વ્યક્તિઓ ને મુંબઈમાં સ્થાયી કરવા માટે એમના પ્રયત્નો અથાક હતા

શ્રી પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા જેમને સમાજ માટે અને મહુડી તીર્થ ના વિકાસ માટે અખુટ ખૂબ ફાળો આપ્યો

શ્રી અંબાલાલ પદમશી મહેતા સમાજના પ્રમુખ તરીકે સમાજને પ્રગતિના પંથે લઇ જવા માટે ખુબ સુંદર પ્રયત્નો કર્યા હતા.

શ્રી રસિકલાલ નગીનદાસ શાહ, જ્ઞાતિની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહ્યા અને ઉત્કૃષ્ટ સેવા કરી.

કહેવાય છે કે સો વર્ષ પૂર્વના ઇતિહાસ પ્રમાણે આપણે એક જ જ્ઞાતિ અને સમાજના હતા અને આજે ફરીથી એક થવા જઇ રહ્યા છે જેથી આપણા બાળકો, યુવા વર્ગ માટે એક મોટો સમુદાય ઉભો થાય.

આપણા આ સંગમથી આપણા સમાજના યુવા વર્ગો માટે વૈવાહિક સમશ્યા જે છે તેનો સરળ ઉકેલ આવી શકે અને જૈનત્વ જળવાયેલું રહે.

Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.

Not readable? Change text. captcha txt

Start typing and press Enter to search