ઉત્તર ગુજરાત જૈન સમાજ
ભૂતકાલીન ભવ્ય, ભાતીગળ સુસ્મરણીય
૧૦૮ પરિવારને પુનઃ સજીવન કરવા ઉત્તર ગુજરાતનાં
મહેસાણા – ગાંધીનગર અને સાબરકાંઠા પરગણાની
સહિયારી સંસ્કૃતિ અને સંસ્કાર ધરાવતી કેટલાક દીર્ઘ-દ્રષ્ટિ
ધરાવતા જ્ઞાતિના આગેવાનોએ પરસ્પર સંપર્ક સાધી
વિચારોનું આદાન પ્રદાન કરીને સમાજોના ફલક ને વિસ્તૃત
અને ફળદાયી બનાવવા સમાજના આશાસ્પદ યુવક-યુવતીઓના
અરમાનો અને શમણાઓને સાકાર કરવા….
નુતન વિચાર, નુતન અભિગમ સાથે નુતન સદ્પ્રવૃત્તિઓનો સુગમ સમન્વય સાધવા શાશનપતિ શ્રી મહાવિરસ્વામી પરમાત્મા ના વીરત્વ અને જૈનત્વનું જતન અને સંવર્ધન કરવાના શુભમ્ – શ્રેયમ્ – મંગલમ્ – કલ્યાણમ્…. ઉમદા ધ્યેયને ચરિતાર્થ કરવાના મક્કમ નિર્ધાર સાથે…
- શ્રી વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળ નું મુંબઈ જૈન મંડળ
- શ્રી વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ
- શ્રી બેતાલીસના વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ
- શ્રી હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ
- શ્રી કાંઠા સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ
- શ્રી કાંઠા સત્તાવીશ દશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ
એમ છ સમાજોની સંપૂર્ણ સહમતી અને સમ્મતિથી “શ્રી ઉત્તર ગુજરાત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ” ની સંરચના કરેલ છે.
ઉત્તર ગુજરાત જૈન સમાજ
સદર સમાજોના ખાસ કરીને યુવાવર્ગને એકબીજા સાથે સાંકળી રાખીને અરસ-પરસ સાહજિક સંબંધોમા પ્રાણ સંચાર કરવા… પ્રસ્થાપિત આ નુતન સમાજને ગતિશીલ અને પ્રગતિના પાથેય પર દોરી જવા યુવા જનરેશનનો સક્રિય સાથ અને સહકાર જરૂરી છે.
ચાલો એક સરખી ભૌગોલિક ભૂમિ, એક સરખા સંસ્કારો ધરાવતા આપણે સહુ એક નવતર સુસંસ્કૃત.. સંસ્કારી સમાજની સંરચના માટે સર્વેના સહિયારા.. સધિયારા પુરુષાર્થ વડે સુસજ્જ બની સામાજિક સમસ્યાઓના સ્તુત્ય ઉકેલ માટે કટિબદ્ધ બનીએ.
સાબરમતી અને સરસ્વતી નદીને કાંઠે વસતા આપણે સહુ એની પોતિકી માટી ની મહેક ને આત્મસાત કરી આપણાં મલકને હૃદયમાં વસાવી એના ભાતીગળ ભૂતકાળને ભીતરની ભોમકા માં કંડારી પ્રભુતાના પાથેય પર ડગ માંડવાના મનોરથને સાકાર કરીએ એજ અભ્યર્થના.
પ્રથમ સોપાને www.uttargujaratjainsamaj.com વેબ-સાઇટ આપ સહુના ચરણે ધરતા અમો સવિશેષ ગૌરવ અનુભવીએ છીએ.
