શ્રી ઉત્તર ગુજરાત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ તમારું સ્વાગત કરે છે.
સહર્ષ જણાવવાનું કે …. સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર એમ ઉત્તર ગુજરાત ના નીચે જણાવેલ છ સમાજ ના સયુંકત ઉપક્રમે આપ છ એ સમાજ ના જ્ઞાતિજનોની અપ્રિતમ સાથ અને સહકારસભર સંમતિના સથવારે આપણા વિવાહ યોગ્ય યુવા યુવક-યુવતીઓ ના સગપણ સંબધમાં જૈનત્વનું જતન અને સંવર્ધન થાય અને એમની પસંદગીનુ ફલક વિસ્તૃત બને એવા ઉમદા આશયથી આ છ સમાજના આગેવાનો એ ત્રણ-ત્રણ વખત ભેગા થઇને વિષદ ચર્ચા-વિચારણાને અંતે…. તાજેતરમાં જ રવિવારે તા. ૧૮-૧૧-૨૦૧૮ ના દિવસે કાંદિવલી (પશ્ચિમ) મુકામે શ્રી સાગર જૈન મંડળ (કાંઠા સત્તાવીસ દશા શ્રીમાળી) ના કાર્યાલયમાં…
સમાજ

શ્રી વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળ નું મુંબઈ જૈન મંડળ.

શ્રી વિજાપુર સત્તાવીસ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ

શ્રી બેતાલીસના વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ

શ્રી હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ

શ્રી કાંઠા સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ

શ્રી કાંઠા સત્તાવીશ દશા શ્રીમાળી જૈન જ્ઞાતિ સમાજ
સારાંશ
આવો… ભૂતકાલીન – ભવ્યતાનો વારસો ધરાવતા સાબરમતી અને સરસ્વતીના કાંઠે આપણાજ પૂર્વજોએ ૧૦૮ સમાજની રચના કરેલ… એને ફરી પાછી સજીવન કરીએ… અને વર્તમાન જૈનેતર સમાજોમાં વધી રહેલ આપણા દીકરા-દીકરીઓના સગપણની વર્તમાન સમસ્યાને હલ કરવા અને કમ-સે-કમ આપણા દીકરા-દીકરીઓના આ છ સમાજના પરિવારોમાં પરસ્પર પ્રભુતામાં પગલા પાડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા કટીબદ્ધ બનીએ.
ઉપરોક્ત સમાજોમાંથી પ્રત્યેક સમાજ ના ૩-૩ સભ્યો મળીને ૧૮ સભ્યોની કાર્યવાહક સમિતીની નિમણુક ૩ વર્ષ માટે કરવામાં આવેલ છે. જેના પ્રમુખ તરીકે વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ પંચના માનનીય અધ્યક્ષ શ્રી નવીનભાઈ પોપટલાલ વખારિયા – ગવાડા (હાલ કાંદિવલી-પશ્ચિમ) ની નિમણુક કરવામાં આવેલ છે.
સદર કાર્યવાહક સમિતીના સભ્યો ટૂંક સમયમાં મળી નૂતન પ્રસ્થાપિત સમાજના બંધારણીય માળખાના જરૂરી ધારા ધોરણો ઘડીને આપ સહુની સમક્ષ રજુ કરશે…. ઉપરોક્ત છ સમાજના ૧૮ વર્ષથી ઉપરના અવિવાહિત યુવા યુવક-યુવતીઓના બાયોડેટા માટે એક નૂતન વેબસાઈટ પણ નજીકના ભવિષ્યમાં બનાવવામાં આવશે.
સમિતિના સભ્યો
-
-
શ્રી મુકેશભાઈ સોમચંદ શાહ ઉપ-પ્રમુખ
શ્રી વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળ નું મુંબઈ જૈન મંડળ
-
-
-
શ્રી મનીષભાઈ રાજેન્દ્રકુમાર શાહ મંત્રી
શ્રી બેત્તાલીશના વિશા શ્રીમાળી જૈન સમાજ
-